દિલ્હી: PM મોદીની 22 ડિસેમ્બરના રોજ રામલીલા મેદાનમાં રેલી, આતંકી હુમલાનું જોખમ
પાકિસ્તાનના આતંકી સંગઠનોએ પીએમ મોદી ઉપરાંત અન્ય મોટા નેતાઓ વિરુદ્ધ પણ હુમલાનું ષડયંત્ર રચ્યું છે. ગુપ્તચર સૂત્રોએ સરહદપાર સંલગ્ન મેસેજને જે ઈન્ટરસેપ્ટ કર્યા છે, જે મુજબ જૈશ એ મોહમ્મદ (JeM) આ પ્રકારે કાવતરું રચી રહ્યું છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વિરુદ્ધ ષડયંત્રનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુપ્તચર એજન્સીઓ સંલગ્ન સૂત્રોના જણાવ્યાં મુજબ 22 ડિસેમ્બરના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં પીએમ મોદીની રેલી થવાની છે. જેમાં પાકિસ્તાન (Pakistan) સ્થિત આતંકી સંગઠનોએ હુમલા (Terror Attack) નું ષડયંત્ર રચ્યું છે.
સૂત્રોનું એમ પણ કહેવું છે કે પાકિસ્તાનના આતંકી સંગઠનોએ પીએમ મોદી ઉપરાંત અન્ય મોટા નેતાઓ વિરુદ્ધ પણ હુમલાનું ષડયંત્ર રચ્યું છે. ગુપ્તચર સૂત્રોએ સરહદપાર સંલગ્ન મેસેજને જે ઈન્ટરસેપ્ટ કર્યા છે, જે મુજબ જૈશ એ મોહમ્મદ (JeM) આ પ્રકારે કાવતરું રચી રહ્યું છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube